RBI Assistant Recruitment 2026: ઓનલાઇન અરજી કરો ૬૫૦ જગ્યાઓ માટે

RBI Recruitment 2026: જે મિત્રોનું સપનું બેંકમાં નોકરી કરવાનું હોય તેવા મિત્રો માટે આ એક ખુશ ખબર છે. બેંકો ની બેંક એટલે રિઝર્વ બેન્ક. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી અંગેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મિત્રોને આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તેવા મિત્રો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં કુલ 650 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

RBI Assistant Recruitment 2026

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, મહત્વપૂર્ણ તારીખ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

RBI Recruitment 2026 : Overview

ભરતી નું નામRBI Recruitment 2026
કુલ જગ્યાઓ૬૫૦
પોસ્ટવિવિધ
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી શરુ તારીખ16/02/2026
છેલ્લી તારીખ 08/03/2026
પ્રિલિમ્સ પરીક્ષા તારીખ11/04/2026
Official Website rbi.org.in

Vacancy Information

  • અમદાવાદ : 20
  • બેંગ્લુરું : 24
  • ભોપાલ : 30
  • ભુવનેશ્વર : 18
  • ચંડીગઢ : 20
  • ચેન્નઈ : 53
  • ગુવાહાટી : 36
  • હૈદરાબાદ : 11
  • જમ્મુ : 10
  • કાનપુર લખનઉ : 50
  • Kolkata : 29
  • મુંબઈ : 249
  • નાગપુર : 17
  • ન્યુ દિલ્હી : 49
  • પટના : 17
  • Thiruvananthpuram : 06
  • Jaipur : 11

Educational Qualification

જે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય એ મિત્રોએ પહેલા શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવી લેવી જોઈએ શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે મેળવેલ હોવી જોઈએ. ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો માટે કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જરૂરી છે ઉમેદવારો એ જે રાજ્યમાં અરજી કરી રહ્યા હોય તે રાજ્યની ભાષા અંગેનું વાંચન લેખન તથા બોલતા અને સમજતા હોવા જોઈએ. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Age Limit

reserve Bank of India Bharti 2026 માટે વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ વાયુ મર્યાદામાં છૂટછાટ અંગેની વાત કરીએ તો એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ PwBD માટે દસ વર્ષ અને નિયમો મુજબ અન્ય મર્યાદા છે. વહી મર્યાદા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Salary Details

આરબીઆઈ ભરતી 2026 માટે પ્રારંભિક માસિક કુલ પગાર આશરે રૂપિયા 58,514 છે. જેમાં ઘરભાડા ભથ્થા સહિત છે. પોસ્ટ પ્રમાણે મૂળ પગાર ₹29,000 પ્રતિ માસ છે.

Application Fee

જનરલ ઓબીસી ઈડબલ્યુએસ માટે રૂપિયા 450 પરીક્ષા ફી છે. એસસી એસટી ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી ફી રૂપિયા 50 છે જ્યારે સ્ટાફ ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

  • SC / ST / PwBD / ભૂતપૂર્વ સૈનિકો: રૂપિયા 50/-
  • જનરલ / ઓબીસી/ EWS: રૂપિયા 450/-
  • સ્ટાફ ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

Exam Pattern

મિત્રો આ ભરતી માટે પ્રારંભિક પરીક્ષા કુલ 100 ગુણની રહેશે. જેમાં અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો હશે સંખ્યાત્મક ક્ષમતાના 35 પ્રશ્નો તર્ક ક્ષમતાના 35 પ્રશ્નો રહેશે. કુલ પ્રશ્નો 100 હશે અને સમય 60 મિનિટનો રહેશે.

મુખ્ય પરીક્ષાના વિષયોની વાત કરીએ તો તર્ક કસોટી અંગ્રેજી ભાષા સંખ્યાત્મક ક્ષમતા સામાન્ય જાગૃતિ અને કોમ્પ્યુટર જ્ઞાન. જેમાં દરેક વિભાગમાં 40 પ્રશ્નો રહેશે. પરીક્ષાનો સમયગાળો 135 મિનિટનો રહેશે.

Selection Process

આરબીઆઈ આસિસ્ટન્ટની પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કા રાખવામાં આવ્યા છે દરેક તબક્કામાં આરબીઆઈ માટે શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી થાય તે માટે તેમણે વિવિધ કૌશલ્ય તપાસ કરવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાની માહિતી મેળવવા માટે નીચે આપેલ માહિતી વાંચો.

પ્રારંભિક પરીક્ષા : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના આસિસ્ટન્ટની પ્રિલિમ્સ પરીક્ષામાં 100 ગુણ માટે 100 પસંદગીના પ્રશ્નો હોય છે કુલ સમય 60 મિનિટનો છે તેમાં ત્રણ વિભાગો સામેલ છે અંગ્રેજી ગણિત અને તર્ક.

મુખ્ય પરીક્ષા : પ્રિલીમ્સ પરીક્ષા જે મિત્રો પાસ કરે છે તેવા મિત્રોને મુખ્ય પરીક્ષા આપવાનો ચાન્સ મળે છે મુખ્ય પરીક્ષામાં તાર્ક અંગ્રેજી ગણિત સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન જેવા વિષયોના કુલ 200 પ્રશ્નો હશે ઉમેદવારોએ આગળના તબક્કામાં જવા માટે વિભાગીય અને એકંદર કટ ઓફ માર્કસ બંને પાસ કરવા આવશ્યક છે.

ભાષા કૌશલ્ય કસોટી : મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે કસોટી માટે હાજર રહેશે તે તપાસે છે કે અરજદાર જે રાજ્યમાં અરજી કરી છે તે રાજ્યની સ્થાનિક ભાષા વાંચી શકે છે લખી શકે છે બોલી શકે છે કે નહીં.

How to Apply

  • સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • સત્તાવાર વેબસાઈટ www.rbi.org.in
  • હવે ઓનલાઇન એપ્લાય કરો
  • ફોર્મ ભરો
  • તમારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • અરજી ફીની ઓનલાઈન ચુકવણી કરો.
  • સબમીટ કરો.
  • હવે ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.

Important Date

  • વેબસાઈટ લિંક નોંધણી માટે : તારીખ 16 ફેબ્રુઆરી 2026 થી 8 માર્ચ 2026
  • અરજી ફી ચુકવણી નો સમયગાળો : 16 ફેબ્રુઆરી 2026 થી 8 માર્ચ 2026
  • પ્રારંભિક પરીક્ષાની તારીખ : 11 એપ્રિલ 2026
  • મુખ્ય પરીક્ષાની તારીખ 7 જુન 2026

જે મિત્રો આરબીઆઈ ભરતી 2026 માટે અરજી કરવા માંગતા હોય તેવા મિત્રોએ ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ તેમજ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ અંગેની માહિતી ની નોંધ રાખવી જોઈએ. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 માર્ચ 2026 છે. મિત્રો આ ભરતી માટે પ્રારંભિક પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવેલી છે તેની તારીખ 11 એપ્રિલ 2026 છે જ્યારે મુખ્ય પરીક્ષાની તારીખ 7 જૂન 2026 છે. મહત્વપૂર્ણ તારીખ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આરબીઆઈ ભરતી 2026 ની સત્તાવાર જાહેરાત વાંચો.

સત્તાવાર જાહેરાતclick here
ઓનલાઇન અરજી કરોclick here

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેના માટે ફોર્મ ભરવા માંગતા ઉમેદવાર ઉપર આપેલી લીંક પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને અંતિમ તારીખ પહેલા સબમિટ કરાવવાનું રહેશે. બેન્કિંગ સેક્ટરમાં જે મિત્રો જોબ કરવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *